9 કેમ કે, ઈ હજી હુધી શાસ્ત્રના ઈ લેખને નોતા હમજી હક્યાં કે, જેની પરમાણે ઈસુનું મરણમાંથી જીવતું થાવુ ફરજીયાત હતું.
તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, શાસ્ત્ર અને પરમેશ્વરનું પરાક્રમ તમે જાણતા નથી, આ કારણથી તમે ભૂલ ખાવ છો.
તમે ખરેખર આ જાણ્યું હશે કે, આ જરૂરી હતું કે, મસીહ હાટુ આ બધીય વાતોમાં દુખ ઉઠાવીને મરવું પડશે, અને પછી એના મહિમાવાન સ્વર્ગીય ઘરમાં જાહે.”
પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, ઈ હાટુ તેઓથી ઈ વાત ખાનગી રાખી કે, તેઓ ઈ હમજે નય. ઈ સબંધી ઈસુને પૂછવાથી બીતા હતા.
પછી ઈ મોતમાંથી ફરી જીવી ઉઠયો, તઈ એના ચેલાઓને યાદ આવ્યું કે, એને તેઓને ઈ કીધું હતું; અને તેઓએ શાસ્ત્રમા અને ઈસુએ જે કીધું હતું એની ઉપર વિશ્વાસ કરયો.
અને પાઉલે તેઓને ખુલાશો આપીને સાબિત કરયુ કે, મસીહે દુખ સહેવું, અને મરણમાંથી પાછુ જીવતું ઉઠવું જરૂરી હતું. એણે કીધું કે, “આ ઈસુ જેના વિષે તમને કવ છું, ઈ જ મસીહ છે.”
તોય પરમેશ્વરે એને મોત પછી પાછો જીવતો કરી દીધો. એને એણે મોતની તાકાતથી છુટ્ટો કરયો, કેમ કે, તેઓ ઈસુને મોતની હાટુ પોતાના કાબુમાં રાખી હકતા નથી.
અને એને દાટી દીધો અને શાસ્ત્રના વચનો પરમાણે ત્રીજા દિવસે પરમેશ્વરે એને મરેલામાંથી જીવતો કરી દીધો.