તઈ જે મરી ગયો હતો, એના હાથ પગ ખાપણથી બંધાયેલા હતા અને ઈ બારે આવ્યો, અને એનુ મોઢું લુગડાથી વીટેલુ હતું. ઈસુએ એને કીધું કે, “એનુ વીટેલુ ખાપણ ખોલી નાખો અને એને જાવા દયો.”
ઈ બેય ઈસુના દેહને લયને એને સુગંધિત મસાલા લગાડયા હાસા મખમલના ખાપણથી વીટાળ્યો, કારણ કે, યહુદીના મરેલા દેહને હાસવી રાખવા હાટુ ઈ રીતે દેહને તૈયાર કરતાં હતા.