30 ઈસુએ એનાથી પણ વધારે સમત્કારી નિશાની ચેલાઓએ બતાવી જે આ સોપડીમા લખેલી નથી.
ઈસુએ ગાલીલ જિલ્લાના કાના ગામમાં પોતાનો પેલો સમત્કાર કરીને પોતાની મહિમા દેખાડીને, એના ચેલાઓએ એની ઉપર વિશ્વાસ કરયો કે, ઈ મસીહ છે.
ઈસુએ બીજા ઘણાય કામ કરયા છે. જો એમાંના દરેક લખવામાં આવે તો એટલી બધીય સોપડીઓ થાય કે, એનો સમાવેશ આ જગતમાં પણ નો થાય, એવુ મારું માનવું છે.
લોકોનો મોટો ટોળો એની વાહે ગયો કેમ કે, એણે જે માંદા માણસોને હાજા કરવાની જે સમત્કારી નિશાની દેખાડી હતી ઈ બધુય એણે જોયુ હતું.
જેટલી વાતો પેલાથી શાસ્ત્રમા લખેલી છે, ઈ આપડા જ શિક્ષણ હાટુ લખેલુ છે કે, જેથી શાસ્ત્રમાંથી મળતા ધીરજ અને પ્રોત્સાહનથી આપડામાં આશા ઉત્પન થાય.
આ બધી વાતો બીજાઓને દાખલા તરીકે થાવા હાટુ બની અને આપડે જેઓ યુગોના છેલ્લા દિવસોમાં જીવી છયી એને સેતવણી મળે ઈ હાટુ લખવામાં આવ્યું છે.
હું આ પત્ર જે પરમેશ્વરનાં દીકરાના નામ ઉપર વિશ્વાસ કરે છે તેઓને લખી રયો છું; જેથી તમે જાણી હકો કે, તમારી પાહે અનંતકાળનું જીવન છે.