3 તઈ ઈ પિતર અને ઈ બીજો ચેલો કબરની બાજુ હાલવા લાગ્યો.
તઈ પિતર ઉભો થયને કબરે ધોડીને પુગ્યા, અને નમીને અંદર જોયુ, તો એમા ખાલી મખમલનું ખાપણ પડેલુ જોયું, અને જે થયુ હતું, ઈ જોયને એને નવાય લાગતા, ઈ પોતાના ઘરે પાછો વયો ગયો.
બેય હારે ધોડિયા, પણ બીજો ચેલો ઘાયેઘા ધોડીને પિતરની પેલા કબરની પાહે પુગી ગયો.