વિશ્વાસથી જ રાજાના ગુસ્સાથી નો બીયને ઈ મિસર દેશને છોડીને વયો ગયો, કેમ કે ઈ હમજી ગયો હતો કે માનો એણે પરમેશ્વરને જોય લીધા છે, બીજા કોય પણ એને જોય હક્તા નથી.
તમે ઈસુને પ્રેમ કરો છો, જો કે તમે એને કોયદી જોયો નથી, જેમ કે, તમે એને હવે નથી જોય હકતા, તોય તમે એની ઉપર વિશ્વાસ કરો છો. અને એવા આનંદથી રાજી થાવ છો. જેને તમે કદાસ જ દેખાડી હકો.