20 એમ કયને એને પોતાના હાથ અને પગોના ઘા અને પડખુ બતાવ્યું. અને ચેલાઓ પરભુને જોયને હરખ પામ્યા.
તઈ ઈ બાયુ બીક અને હરખ હારે કબર પાહેથી નીકળી અને એના ચેલાઓને ખબર આપવા ધોડીને ગય.
હું તમને હાસે હાસુ કવ છું કે, તમે રોહો અને દુખી થાહો, પણ જગતના લોકો આનંદ કરશે, તમને દુખ થાહે, પણ તમારુ ઘણુય દુખ આનંદમાં બદલાય જાહે.
આવી રીતે તમને પણ આઘડી તો દુખ થાહે, પણ હું તમને પાછો મળય, તઈ તમે રાજી થય જાહો, અને તમારી પાહેથી તમારી ખુશી કોય આસકી નય હકશે.
પણ સિપાયમાંથી એકે ઈસુની કુખમા ભાલો મારયો, અને એમાંથી તરત લોહી અને પાણી નિકળ્યું.
જઈ બીજા ચેલાઓ કેવા લાગ્યા કે, “અમે પરભુને જોયા છે, તઈ થોમાએ એને કીધું કે, જ્યાં લગી એના હાથમાં ખીલાઓના ઘા જોવ નય અને મારી આંગળી ખીલાઓના ઘાની જગ્યાએ મુકુ નય અને એની છાતીના પડખામા મારો હાથ મુકુ નય, ન્યા હુંધી હું વિશ્વાસ નય કરું કે, ઈ મરણમાંથી પાછો જીવતો થય ગયો છે.”
તઈ ઈસુએ થોમાને કીધું કે, “તારી આંગળી મારા હાથના છેદમાં નાખને જોય અને તારો હાથ મારી છાતીના પડખામા નાખીને અને શંકા કરવાનું બંધ કર અને વિશ્વાસ કરીલે.”
આપડે તમને જીવનના વચન વિષે લખી રયા છયી, જે જગતના શરુઆતથી છે જેને અમે હાંભળ્યું છે, અમે પોતાની આંખોથી જોયું છે, અને અમે ધ્યાનથી નિરખુ છે, અને અમે એને અમારા હાથોથી અડયા છયી.