19 અઠવાડિયાને પેલે દિવસે એટલે રવિવારની હાંજે બધાય ચેલાઓ ભેગા થયા હતાં. કમાડે તાળા હતાં કેમ કે, ઈ યહુદી લોકોથી બીતા હતા. પછી ઈસુ તેઓની વસે આવ્યો અને ઉભો રયો, ઈસુએ કીધું કે, “પરમેશ્વર તમને શાંતિ આપે!”
એની પછી જઈ તેઓ ખાવા બેઠા હતાં તઈ ઈસુ ઈ અગ્યાર ચેલાઓને જોવા મળ્યું, અને ઈસુએ તેઓને ઠપકો દીધો કેમ કે, જે લોકોએ એને જીવતા થયા પછી દેખાણો હતો, એની વાતો ઉપર ચેલાઓએ વિશ્વાસ કરયો નોતો,
હું આપડા બાપ પરમેશ્વરને અને પરભુ ઈસુ મસીહને પ્રાર્થના કરું છું કે, ઈ ભાઈઓને વિશ્વાસ અને શાંતિ આપે. તેઓ એવું કરે કે, જેથી તમે એક-બીજાને પ્રેમ કરો અને મસીહ ઉપર સદાય વિશ્વાસ કરતાં રયો.
અને ઈબ્રાહિમે એને આ દરેક વસ્તુઓનો દસમો ભાગ આપ્યો જે એણે યુદ્ધમાંથી મેળવું હતું. બધાયની પેલા “મેલ્ખીસેદેકના” નામનો અરથ છે “ન્યાયપણાનો રાજા” અને પછી “શાલેમનો રાજાનો અરથ છે શાંતિનો રાજા.”
હું, યોહાન, આ પત્ર તમને હાતેય મંડળીઓના વિશ્વાસીઓ હાટુ લખી રયો છું, જે આસિયા પરદેશમા આવેલી છે, હું પ્રાર્થના કરું છું કે તમને પરમેશ્વર તરફથી કૃપા અને શાંતિ મળે, આ ઈ જ પરમેશ્વર છે; જે વખતની શરુઆતથી લયને અત્યાર હુધી અને સદાય હાટુ નથી બડલાતા, અને પરમેશ્વરની રાજગાદીની હામે જે હાત આત્માઓ છે એની તરફથી.