15 ઈસુએ એને કીધું કે, “બેન, તુ કેમ રોય છે? અને કોને ગોતી રય છો?” એણે એને માળી હમજીને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જો તુ ઈ દેહને ઉપાડીને લય ગયો હોય તો મને કેય કે, એને ક્યા રાખ્યું છે, અને હું એને લીયાવું.”
પણ ઈ જુવાન માણસે બાયુને કીધું કે, “બીવમાં, ઈસુ જે નાઝરેથ નગરવાસી છે વધસ્થંભે સડાયેલો હતો, જેને તમે ગોતો છો, ઈ જીવતો થય ગયો છે, ઈ આયા નથી. જોવ, આ ઈ જગ્યા છે, જ્યાં તેઓએ એને રાખ્યો હતો.”