ઈસુએ એને કીધું કે, “બેન, તુ કેમ રોય છે? અને કોને ગોતી રય છો?” એણે એને માળી હમજીને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જો તુ ઈ દેહને ઉપાડીને લય ગયો હોય તો મને કેય કે, એને ક્યા રાખ્યું છે, અને હું એને લીયાવું.”
જેથી સિમોન પિતર અને જેની ઉપર ઈસુ પ્રેમ રાખતો હતો ઈ બીજા ચેલાની પાહે ધોડીને ગય અને તેઓને કીધું કે, “તેઓએ પરભુને કબરમાંથી લય લીધા છે અને તેઓએ એને ક્યા મુક્યા છે એની અમને ખબર નથી.”
પણ પાઉલે જવાબ દીધો કે, “તમે શું કામ, રોય-રોયને મારું હ્રદય દુભાવો છો? હું તો પરભુ ઈસુના નામ હાટુ યરુશાલેમ શહેરમાં બંધાવા હાટુ જ નય, મરવા હાટુ હોતન તૈયાર છું.”