9 જઈ ઈ જમણવારના મુખીએ પાણી સાખ્યુ, જે દ્રાક્ષારસ બની ગયુ હતું, અને ઈ જાણતો નતો કે, ઈ ક્યાંથી આવ્યું હતું; પણ જે સેવકોએ પાણી કાઢું હતું ઈ જાણતા હતાં, તઈ જમણવારના મુખીએ વરરાજાને બોલાવીને કીધું કે,
ઈસુએ તેઓને કીધુ કે, “શું વરરાજો જાનૈયાની હારે હોય, ન્યા હુધી કોય હોગ કરી હકે છે?” પણ એવો દિવસ આયશે, જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે અને ઈ દિવસે બધાય ઉપવાસ કરશે.