7 ઈસુએ ચાકરોને કીધું કે, “માટલાઓમાં પાણી ભરી દયો.” તઈ તેઓએ કાઠા હુધી ભરી દીધા.
જઈ દ્રાક્ષારસ ઘટયો, તો ઈસુની માં મરિયમે એને કીધું કે, “તેઓની પાહે દ્રાક્ષારસ નથી.”
પણ ઈસુની માંએ ચાકરોને કીધું કે, “જે કાય ઈ તમને કેય, ઈ કરો.”
યહુદીઓ પોતાના ન્યાયપણાના નિયમો પરમાણે હાથ ધોવાનો રીવાજ હતો, એવુ કરવાને લીધે તેઓએ ન્યા પાણાના છ માટલા રાખો, દરેક માટલાઓની અંદર લગભગ પિનસોતેરથી એકસો પંદર લીટર હુધી પાણી હમાતું હતું.
તઈ ઈસુએ તેઓને કીધું કે, “હવે પાણી કાઢીને જમણવારના મુખીની પાહે લય જાવ.” એટલે ઈ પાણીને તેઓની પાહે લય ગયા.