5 પણ ઈસુની માંએ ચાકરોને કીધું કે, “જે કાય ઈ તમને કેય, ઈ કરો.”
લોકોને ઈ હજી વાત કરતો હતો એટલામાં જોવ, એની માં અને એના ભાઈઓ આવીને બાર ઉભા રયા, અને એની હારે વાત કરવા માંગતા હતા.
જે કાય હું તમને આજ્ઞા આપું છું, જો એને તમે માનો તો હું તમારો મિત્ર છું
પણ તુ હવે ઉભો થા અને શહેરમાં જા અને ન્યા તારે શું કરવાનું છે, ઈ તને કોય કેહે.”
જઈ પરમેશ્વરે ઈબ્રાહિમને આમંત્રણ આપ્યુ; તઈ ઈ વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન પરમેશ્વરે આપ્યુ હતું ન્યા જાવા હાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે, ઈ નો જાણયા છતાં ઈ પોતાના વતનમાંથી નીકળી ગયો.
અને પુરેપુરા થયને પોતાની આજ્ઞાનું પાલન કરનારા બધાય હાટુ અનંત તારણનું કારણ બન્યા.