Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 2:23 - કોલી નવો કરાર

23 જઈ પાસ્ખા તેવાર વખતે ઈ યરુશાલેમ શહેરમાં હતો, તઈ ઘણાયને જે સમત્કારો દેખાડતા હતાં, ઈ જોયને એની ઉપર વિશ્વાસ કરયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 2:23
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

પાણાવાળી જમીનમાં વવાયેલું બી ઈજ છે કે, જેઓ વચન હાંભળીને તરત જ હરખથી માની લેય છે. પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હૃદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ ભરોસો કરે છે, અને જઈ પરીક્ષણ આવે છે ઈ વખતે વચન ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે.


તઈ જે યહુદી લોકો મરિયમને મળવા આવ્યા હતાં, અને ઈસુનો આ સમત્કાર જોયો હતો, એનામાંથી ઘણાય એની ઉપર વિશ્વાસ કરયો.


ઈસુએ ગાલીલ જિલ્લાના કાના ગામમાં પોતાનો પેલો સમત્કાર કરીને પોતાની મહિમા દેખાડીને, એના ચેલાઓએ એની ઉપર વિશ્વાસ કરયો કે, ઈ મસીહ છે.


યહુદીઓનો પાસ્ખા તેવારનો વખત પાહે આવ્યો હતો, જેથી ઈસુ યરુશાલેમ શહેરમાં ગયા.


ઈ માણસે રાતે ઈસુની પાહે આવીને એને કીધું કે, “રબ્બી એટલે ગુરુ, અમે જાણી છયી કે, તુ એક ગુરુ છે જે પરમેશ્વર તરફથી આવ્યો છે, તુ જે આ સમત્કારી કામો કરે છે ઈ બીજુ કોય પણ કરી હકતું નો હોય ન્યા હુધી કે, પરમેશ્વર એની હારે નો હોય.”


જઈ ઈસુ ગાલીલ જિલ્લામાં પૂગ્યો, તો ન્યા લોકોએ એનો આવકાર કરયો, કેમ કે ઈસુએ પાસ્ખા તેવારના દિવસોમાં યરુશાલેમ શહેરમાં જે કાય કામ કરયુ હતું, ઈ બધાય લોકોએ જોયુ હતું કેમ કે, તેઓ પણ તેવારમાં ગયા હતા.


પણ મને જે સાક્ષી મળી છે, ઈ યોહાન સાક્ષીથી પણ મહાન છે. બાપે જે કામ મને પુરું કરવાનું હોપ્યું છે, જે કામ હું કરું છું, તેઓ જ મારી વિષે આ સાક્ષી આપે છે કે, મને બાપે મોકલ્યો છે.


ઈ લોકોએ ઈસુએ કરેલા આ સમત્કારી નિશાની જોયને નવાય પામીને કીધું કે જે આગમભાખનાર જગતમાં આવનારો છે ઈ ખરેખર આજ છે.


લોકોનો મોટો ટોળો એની વાહે ગયો કેમ કે, એણે જે માંદા માણસોને હાજા કરવાની જે સમત્કારી નિશાની દેખાડી હતી ઈ બધુય એણે જોયુ હતું.


અને ટોળામાંથી ધણાય લોકોએ ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને કેવા લાગ્યા કે, “મસીહ આયશે, તો શું એનાથી વધારે સમત્કાર કરશે જે એણે કરયા છે?”


જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્‍નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.


અને એની આજ્ઞા આ છે કે, આપણને એના દીકરા ઈસુ મસીહના નામ ઉપર વિશ્વાસ કરી અને જેમ એણે આપણને આજ્ઞા દીધી છે ઈ જ રીતે એક-બીજા ઉપર પ્રેમ રાખી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ