21 પણ ઈસુ તો પોતાના દેહ રૂપી મંદિર વિષે બોલતો હતો.
અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો.
પછી ઈ મોતમાંથી ફરી જીવી ઉઠયો, તઈ એના ચેલાઓને યાદ આવ્યું કે, એને તેઓને ઈ કીધું હતું; અને તેઓએ શાસ્ત્રમા અને ઈસુએ જે કીધું હતું એની ઉપર વિશ્વાસ કરયો.
પાકી ખાતરીથી તમે જાણો છો કે, તમે પોતે પરમેશ્વરનું મંદિર છો અને તમારામાં પરમેશ્વરનો આત્મા વાસ કરે છે.
તમે જરૂર જાણો છો કે, તમારુ દેહ મંદિર છે જેમાં પવિત્ર આત્મા રેય છે, જે તમારામાં વસેલો છે અને તમને પરમેશ્વર તરફથી મળ્યું છે, તમે પરમેશ્વરનાં છો.
પરમેશ્વરનાં મંદિરમાં મૂર્તિઓ હાટુ કોય જગ્યા નથી, કેમ કે આપણે જીવતા પરમેશ્વરનું મંદિર છયી, જેવું પરમેશ્વરે શાસ્ત્રમાં કીધું છે કે, “હું મારા લોકોમાં મારૂ ઘર બનાવય, અને એની હારે રેય, અને હું એનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.”
કેમ કે, પરમેશ્વર બાપની ખુશી એમા જ છે કે, પરમેશ્વરનો બધોય સ્વભાવ મસીહમા રેહે.
ઈ હાટુ ભુલમાં નો રયો કેમ કે, જઈ મસીહ માણસ બન્યો, તઈ પણ ઈ પુરી રીતે પરમેશ્વર હતો.
આપડો મુખ્ય યાજક સ્વર્ગમાં પવિત્ર જગ્યા અને ઈ હાસા મંડપમાં સેવા કરે છે, જે માણસે નય પણ પરભુએ બનાવ્યું છે.