પછી ઈ મંદિરમાં આવીને શિક્ષણ આપતો હતો, એટલામાં મુખ્ય યાજકોએ લોકોના વડીલોને એની પાહે આવીને પૂછયું કે, “તું ક્યાં અધિકારથી આ કામ કરશો, આ અધિકાર તને કોણે દીધો છે?”
જઈ માણસોના હજી વધારે મોટા ટોળા ભેગા થાતા ગયા તઈ ઈસુ કેવા લાગ્યો કે, આ પેઢી તો ખરાબ પેઢી છે, ઈ સમત્કારીક નિશાની માગે છે, પણ યુનાની સમત્કારીક નિશાની વગર બીજી સમત્કારીક નિશાની તેઓને આપવામાં આયશે નય.