પછી ઈસુ પરમેશ્વરનાં મંદિરમાં ગયો, અને ઈ લોકોને ઈ જગ્યામાથી બારે કાઢવાનું સાલું કરી દીધુ, જે બલિદાન હાટુ સડાવવામાં આવતાં જનાવરો અને બીજી વસ્તુઓ ખરીદતા અને વેસતા હતા. એણે રૂપીયા બદલવાવાળાઓની મેજને ઉધ્યું વાળી દીધ્યું, અને એણે બલિદાન હાટુ કબુતરો વેસનારાઓની ખુડશીયુ ઉધ્યું વાળી દીધ્યું.
કેમ કે, હથિયારો આપડે ઉપયોગ કરયો ઈ જગતના નથી, પણ પરમેશ્વરનાં શક્તિશાળી હથિયારો છે, એનાથી આપડે કિલ્લાઓને પણ તોડી નાખી છયી. અને આપડે ખોટા વાદવિવાદો તોડી નાખી છયી.