1 બે દિવસ પછી ગાલીલ જિલ્લાના કાના ગામમાં લગન હતાં, અને ઈસુની માં પણ ન્યા હતી.
લોકોને ઈ હજી વાત કરતો હતો એટલામાં જોવ, એની માં અને એના ભાઈઓ આવીને બાર ઉભા રયા, અને એની હારે વાત કરવા માંગતા હતા.
બીજે દિવસે યોહાન પોતાની પાહે ઈસુને આવતો જોયને કેય છે કે, જુવો પરમેશ્વરનાં ઘેટાનું બસ્સુ પોતે બલી થયને જગતનું પાપ આઘુ કરે છે.
વળી બીજે દિવસે યોહાન પોતાના બે ચેલાઓની હારે ઉભો હતો.
બીજે દિવસે ઈસુને ગાલીલ પરદેશમા જાવાનું ધારી લીધું કે, એણે ફિલિપને મળીને કીધું કે, “મારો ચેલો બન.”
ઈસુએ ગાલીલ જિલ્લાના કાના ગામમાં પોતાનો પેલો સમત્કાર કરીને પોતાની મહિમા દેખાડીને, એના ચેલાઓએ એની ઉપર વિશ્વાસ કરયો કે, ઈ મસીહ છે.
સિમોન પિતર અને થોમા જે દીદુમસ કેવાય છે, અને ગાલીલ જિલ્લાના કાના ગામના નથાનિએલ અને ઝબદીના બે છોકરા, અને ઈસુના ચેલાઓમાનાં બીજા પણ બે ચેલા ભેગા થ્યાતા.
તઈ ઈસુ ગાલીલ જિલ્લાના કાના ગામમાં પાછો ગયો, જ્યાં એણે પાણીને દ્રાક્ષારસ બનાવ્યો હતો, ન્યા રાજાનો એક કારભારી હતો, જેનો દીકરો કપરનાહૂમ ગામમાં માંદો હતો.
લગનને માન આપો અને પથારી પવિત્ર રાખો, કેમ કે પરમેશ્વર લંપટો અને છીનાળવા કરનારાઓનો ન્યાય કરશે.