આ વાત હાંભળીને, પિલાત ઈસુને બારે લીયાવ્યો અને ન્યાયાસન ઉપર બેઠો, જે પાણાના ચબુતરા નામની જગ્યા ફરસબંદી હતી, જેને હિબ્રૂ ભાષામાં ગાબ્બાથા કેવામાં આવતો હતો.
યહુદીઓના આગેવાનોએ એને જવાબ દીધો કે, “અમારો પણ એક નિયમ છે, અને ઈ નિયમના પરમાણે ઈ મારી નાખવાને લાયક છે, કેમ કે એને પોતાની જાતને પરમેશ્વરનો દીકરો હોવાનો દાવો કરયો છે.”