Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 19:6 - કોલી નવો કરાર

6 જઈ મુખ્ય યાજકો અને મંદિરના રખેવાળોએ એને જોયને રાડ નાખી, “એને વધસ્થંભ ઉપર સડાવી દયો! એને વધસ્થંભ ઉપર સડાવી દયો.” પિલાતને એણે કીધું કે, “એને તમે લય જાવ અને વધસ્થંભ ઉપર સડાવી દયો. મે તો આમાં કાય ગુનો જોયો નથી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 19:6
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

પિતર છેટો રયને ઈસુની વાહે વાહે પ્રમુખ યાજકના ઘરના આંગણામાં આવ્યો, અને અંદર જયને શું થાહે? ઈ જોવા હાટુ સોકીદારોની પાહે બેહી ગયો.


પિલાતે ફરીથી તેઓને પુછયું કે, “ઈસુ જે મસીહ કેવાય છે, એનું હું શું કરું?” બધાય લોકોએ એને કીધું કે, “એને વધસ્થંભે સડાવો.”


પિલાતે જોયું કે, આમાં મારું વધારે કાય જ હાલતું નથી, પણ એના કરતાં વધારે બબાલ થાય છે, તઈ એણે પાણી લયને લોકોની આગળ પોતાના હાથ ધોયા અને કીધું કે, “ઈ નિરદોષના લોહી સબંધી હું નિરદોષ છું, ઈ તમે જ જાણો.”


તઈ પિલાત મુખ્ય યાજકો અને લોકોને કીધું કે, “મને આ માણસમાં કોય વાક દેખાતો નથી.”


તઈ યહુદા પોતાની હારે સિપાયના ટોળાને લયને અને મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકો પાહેથી સિપાયને લયને ફાનસો, મશાલો અને હથીયારો હારે લયને ન્યા ગયો.


તઈ પિલાતે તેઓને કીધું કે, “તમે પોતે એને લય જાવ, અને તમારા નિયમ પરમાણે એનો ન્યાય કરો.” પછી યહુદી લોકોએ એને કીધું કે, અમે એને મારી નાખવા ઈચ્છી છયી પણ રોમન નિયમ ઈ કરવાથી અમને રોકે છે.


પિલાતે ઈસુને પુછયું કે, “હાસુ શું છે?” આ ક્યને ઈ પાછો યહુદી લોકોના આગેવાનોની પાહે વયો ગયો અને તેઓને કીધું કે, મને તો એમા કાય ગુનો દેખાતો નથી.


તેઓએ રાડ પાડી કે, “મારો એને મારી નાખો! એને વધસ્થંભે સડાવી દયો!” પિલાતે એને કીધું કે, “તો તમારા રાજાને વધસ્થંભે સડાવું?” મુખ્ય યાજકોએ જવાબ દીધો કે, “અમારો રાજા તો ખાલી રોમી સમ્રાટ જ છે!”


તઈ પિલાતે પાછો બારે નીકળીને લોકોને કીધું કે, “જોવ, હું એને તમારી પાહે પાછો બારે લાવું છું, એનાથી તમે જાણી લેહો કે, મને એમા કાય ગુનો નો દેખાણો.”


ઈ જ ઈસુ જે પરમેશ્વર દ્વારા બનાવેલી યોજના અને પેલાના જ્ઞાનના પરમાણે એને તમારા હાથમાં હોપવામાં આવ્યો. તમે એને ખરાબ લોકોની મદદથી ખીલા ઠોકીને વધસ્થંભે સડાવીને મારી નાખ્યો.


તમારા વડવાઓએ દરેક આગમભાખીયાઓને સતાવ્યા, જેને પરમેશ્વરે મોકલા હતા. તેઓએ ઈ આગમભાખીયાઓને મારી નાખ્યા જેણે મસીહ જે ન્યાયી છે એના આવવાની આગમવાણી કરી અને હવે તમે એને પકડનારા અને મારી નાખનારા બની ગયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ