આ અપરાધનું લખાણ ઘણાય યહુદી લોકોએ વાસ્યું, કેમ કે આ જગ્યાએ ઈસુને વધસ્થંભે સડાવવામાં આવ્યો હતો, ઈ યરુશાલેમ શહેરની પાહે હતી, અને આ લખાણ ગ્રીક ભાષા, લેટીન ભાષા અને હિબ્રૂ ભાષામાં લખેલુ હતું.
તઈ ઈ તૈયારીનો દિવસ હતો, અને બીજો દિવસ વિશ્રામવારનો હતો અને પાકનો તેવારનો પણ દિવસ હતો. આ ખાસ દિવસ હતો એટલે ઈ નોતા ઈચ્છતા કે, તેઓના દેહ વધસ્થંભ ઉપર રયા. ઈ હાટુ યહુદી લોકોએ પિલાતને વિનવણી કરી કે, તેઓના પગને ભાગી નાખવામાં આવે, ઈ હાટુ કે એનુ મોત જલ્દી થય જાય, અને દેહને નીસે ઉતારી હકે.
કેમ કે, જઈ તમે જળદીક્ષા લીધી તઈ મસીહની જેમ દાટી દીધો હતો અને નવા સ્વભાવ હારે મસીહની જેમ જીવતો કરયો હતો. એવુ ઈ હાટુ થયુ કેમ કે, તમે વિશ્વાસ કરયો કે, પરમેશ્વરે પોતાના સામર્થ દ્વારા મસીહને મારવા પછી ફરીથી જીવતો કરી દીધો.