41 જ્યાં ઈસુને વધસ્થંભ ઉપર સડાવવામાં આવ્યો હતો ન્યા એક વાડીમાં વાપરા વગરની કબર હતી, જેમાં હજી હુધી કોયના દેહને રાખવામાં આવ્યો નોતો.
અને એને પોતાની નવી કબરમાં મુકી, જે એણે મોટા પાણામાં પોતાની હાટુ ખોદાવી હતી, અને કબરના દરવાજા ઉપર મોટો પાણો ગબડાવીને વયો ગયો.
અને એણે લાશને વધસ્થંભથી નીસે ઉતારીને એક ખાપણમાં વીટાળીને પછી એણે ઈસુની લાશને પાણામાં ખોદેલી, નવી કબરમાં મુકી, જે કબર પેલા કોયની હાટુ વપરાણી નોતી.
યહુદી લોકોના પાસ્ખા તેવારની તૈયારીનો દિવસ હતો અને કબર પાહે હતી, અને એથી એણે ઈસુના દેહને ન્યા કબર પાહે મુકયો.
ઈસુએ એને કીધું કે, “બેન, તુ કેમ રોય છે? અને કોને ગોતી રય છો?” એણે એને માળી હમજીને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જો તુ ઈ દેહને ઉપાડીને લય ગયો હોય તો મને કેય કે, એને ક્યા રાખ્યું છે, અને હું એને લીયાવું.”