39 નિકોદેમસ પણ, જે પેલા ઈસુની પાહે રાતે ગયો હતો, ઈ પોતાની હારે આશરે તેત્રીસ કિલો બોળ અને અગરનું મિશ્રણ લયને આવ્યો.
ઈ કસડાયેલા ધોકળને નય તોડે; અને ધુવાડો આપતી વાટને નય ઠારે, જ્યાં લગી ઈ ન્યાયને વિજય હુધી નો પુગાડી દેય.
પણ ઘણાય બધા, જે છેલ્લા છે તેઓ પેલા થાહે, અને જેઓ પેલા છે તેઓ છેલ્લા થાહે.
તેઓએ ઘરમાં જયને બાળકને એની માં મરિયમની પાહે જોયો, પગમાં પડીને એનું ભજન કરયુ, પછી તેઓએ પોત પોતાની ઝોળીઓ ખોલીને, એણે હોનું, લોબાન અને બોળનો સડાવો કરયો,
આગલી હાંજે, વિશ્રામવારનો દિવસ વીતી ગયા પછી, મગદલા શહેરની મરિયમ અને શાલોમી અને મરિયમ જે યાકુબની માં હતી, તેઓ સુંગધિત તેલ વેસાતી લયને આવી જેથી યહુદી રીવાજ પરમાણે ઈસુની લાશ ઉપર સોળી હકે.
તઈ મરિયમે જટામાંસીનું લગભગ અડધો લીટર બોવ મોધુ અત્તર લયને ઈસુના પગ ઉપર રેડયુ, અને પોતાના વાળથી એના પગ લુસા, અને અંતરની સુગંધથી આખું ઘર સુગંધિત થય ગયુ.
પાછુ ઈસુએ કીધું કે, “એને છોડી દયો. એને આ કામ મારા દટાવાના દિવસ હાટુ કરવા દયો.