હું તમારા બધાયના વિષે નથી કેતો, હું જાણું છું કે, કોને-કોને ગમાડીયા છે, પણ એવુ ઈ હાટુ થાય છે કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય કે, જેણે મારી હારે ખાવાનું ખાધું, એણેજ મને દગાથી પકડાવો છે.
ઈ હાટુ સિપાયોએ એકબીજાને કીધું કે, “આપડે એને નો ફાડીયે, પણ એની હાટુ સિઠ્ઠી નાખી આ કોને મળે.” આ ઈ હાટુ થયુ કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય, “તેઓએ મારા લુગડાને એક બીજાએ ભાગ પાડી લીધા અને ઝભ્ભા હાટુ સિઠ્ઠી નાખી.”