હું જાણું છું કે, તુ સદાય મારું હાંભળે છે, પણ આયા આજુ બાજુમાં ઉભા રયેલા લોકોના લધે મે જોરથી આ કીધું છે, જેનાથી ઈ મારી ઉપર વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે.”
કેટલીક એવી વાતો છે જે હું ન્યાના વડવાઓને કેવા ઈચ્છું છું કેમ કે, હું પણ તમારી જેવો એક વડવો છું હું પોતે ઈ દુખનો સાક્ષી છું, જે ઘણાય વખત પેલા મસીહે સહન કરયા છે, જઈ ઈ પાછો આયશે, તો હું પણ એની મહિમામાં ભાગીદાર થાય,
મંડળીમાં દરેક માણસ કેય છે કે, દેમેત્રીયસ એક હારો માણસ છે કેમ કે, ઈ હાસી રીતે જીવે છે, અને અમે પણ કેયી છયી કે, ઈ હારો માણસ છે અને તુ જાણશો કે, અમારી સાક્ષી હાસી છે.