Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 19:30 - કોલી નવો કરાર

30 ઈસુએ ઈ સરકો સાખ્યો પછી એણે કીધું કે, “આ પુરું થયુ” અને એણે એનુ માથું નમાવ્યુ અને જીવ છોડ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 19:30
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેમ કે, હું માણસનો દીકરો બીજાઓની સેવા કરવા હાટુ આ જગતમાં આવ્યો હતો, હું એટલે નથી આવ્યો કે બીજો મારી સેવા કરે. હું ઘણાય લોકોને તેઓના પાપોથી છોડાવવા હાટુ મરવા આવ્યો છું.”


તઈ ઈસુએ ફરીવાર મોટા અવાજે રાડ પાડીને છેલ્લો સુવાસ લયને જીવ છોડ્યો.


પણ ઈસુએ એને જવાબ દીધો કે, “હમણાં આમ થાવા દયો કેમ કે, આવી રીતે આપડીથી જે પરમેશ્વર કરવા માગે છે ઈ જ પરમાણે આપડે કરી છયી.” તઈ યોહાને ઈસુના કીધા પરમાણે કરયુ.


તઈ ઈસુએ મોટા અવાજે રાડ પાડીને છેલ્લો સુવાસ લયને જીવ છોડ્યો.


કેમ કે, હું તમને કવ છું કે, શાસ્ત્રમા લખેલુ છે કે, “ઈ ગુનેગારોની હારે ગણવામાં આવ્યો, ઈ વચન મારામાં પુરું થાવુ જરૂરી છે કેમ કે, જે પણ મારી વિષે લખેલી વાતો છે, ઈ પુરી થાય છે.”


અને ઈસુએ મોટા અવાજે પોકાર કરયો કે, “ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં હોપું છું” અને ઈસુએ એમ કયને જીવ છોડ્યો.


હારો સરાવનારો હું છું, હારો સરાવનારો પોતાના ઘેટા હાટુ જીવ દય દેય છે.


કોય પણ મારો જીવ મારી પાહેથી લય હકતો નથી, પણ હું મારી મરજીથી એને આપું છું મને એને આપવાનો અધિકાર છે, અને પાછો લય લેવાનો પણ અધિકાર છે. કેમ કે, આ ઈજ આજ્ઞા છે જે મને મારા બાપ પાહેથી મળી છે.


જે કામ તે મને કરવા દીધુ હતું, એને પુરું કરીને, મે ધરતી ઉપર તને મહિમાવાન કરો છે.


આ પછી ઈસુએ ઈ જાણીને કીધું કે, “મારા બધાય કામો પુરા થય ગયા છે.” ઈ હાટુ શાસ્ત્રમાં લખેલુ છે, ઈ પુરું થાય, એટલામા ઈસુએ કીધું કે, “હું તરસો છું”


ઈસુએ તેઓને કીધું કે, પરમેશ્વરની ઈચ્છા ઉપર હાલવાનું, અને એના કામોને પુરા કર, આજ મારું ખાવાનું છે.


કેમ કે, મસીહ તો દરેક વિશ્વાસ કરનારની હાટુ ન્યાયીપણું પામવાના નિયમશાસ્ત્રની પૂર્ણતા છે.


પરમેશ્વરે એને સડાવ્યો જેથી મસીહના લોહીથી ઈ એવુ બલિદાન બની જાય જેના દ્વારા લોકોના પાપોને એના વિશ્વાસના લીધે માફ કરી દેવામાં આવે. પરમેશ્વર આ દેખાડવા હાટુ કે ઈ ન્યાયી છે. ભૂતકાળમાં ઈ ધીરજવાન હતો અને લોકોના પાપોને ગણકારતો નોતો, પણ હાલના વખતમાં ઈ પોતાના પાપોનો બદલો આપે છે જેથી ઈ પોતાની ધાર્મિકતાને દેખાડી હકે આ રીતે પરમેશ્વર દેખાડે છે કે, ઈ પોતે ન્યાયી છે અને ઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરનારા બધાય લોકોને હાસા ઠરાવે છે.


તમે જુના ખમીરને કાઢી નાખો, ઈ હાટુ કે, જેમ તમે બેખમીર છો, એમ તમે નવા થય જાવ કેમ કે, આપડા પાસ્ખા તેવાર હાટુ જમણવાર એટલે મસીહ ઈસુએ, આપડી હાટુ એનું બલિદાન આપ્યુ છે.


અને માણસના રૂપમાં પરગટ થયને પોતાની જાતને નમ્ર કરી, પરમેશ્વરની આજ્ઞાને આધીન થયને વધસ્થંભના મરણને સહન કરયુ.


આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.


નિયમ પરમાણે લગભગ બધીય વસ્તુઓને લોય છાંટીને સોખી કરવામાં આવે છે અને લોહી વહેડાવ્યા વગર પરમેશ્વર લોકોના પાપોને માફ નથી કરતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ