29 ન્યા સરકાથી ભરેલું વાસણ હતું જેથી સિપાયો એમા પન્સ બોળીને હોટીની ટોસે બાંધી ઈસુને સુહાડયુ.
તઈ તેઓએ બોળ ભળેલો દ્રાક્ષારસ ઈસુને પીવા આપ્યો પણ એણે સાખ્યા પછી પીવાની ના પાડી.
તરત એમાંથી એક માણસ ધોડ્યો, જેણે એક પન્સ લયને સરકામાં બોળીને હોટીની ટોસે બાંધી ઈસુને સુહાડુ.
તઈ ઈસુએ ફરીવાર મોટા અવાજે રાડ પાડીને છેલ્લો સુવાસ લયને જીવ છોડ્યો.
ઈ લોકોમાંથી એક માણસ ધોડ્યો અને એક પન્સ લયને સરકામાં બોળી દીધુ. એણે એને એક હોટીની ટોસે બાંધી એને ઈસુના મોઢા પાહે પુગાડયું જેથી ઈ જેમાંથી કાક સરકો સુહી હકે. એણે કીધું કે, “ઉભા રયો કાય નો કરો. આપડે જોવું જોયી કે, આગમભાખીયો એલિયા આયશે અને એને વધસ્થંભેથી ઉતારવામાં આયશે કે નય.”
સિપાયો પણ પાહે આવીને, ઈસુની ઠેકડી કરી. અને એને પાહે આવીને સરકો આપ્યો,