27 પછી ઈસુએ ચેલાને કીધું કે, “જો આ તારી માં છે.” અને ઈ વખતે ઈ ચેલા, મરિયમને પોતાના ઘરે લય ગયા.
તઈ હું, રાજા તેઓને જવાબ આપય કે, “હું તમને હાસુ કવ છું કે, આ મારા ભાઈઓમાના બોવ નાનામાંથી એક ચેલાની હાટુ તમે કાય કરયુ એટલે ઈ તમે મારી હારે કરયુ.”
અને એની ઉપર જેઓ એની સ્યારેય બાજુ ફરતા બેહેલા હતાં, તેઓને જોયને કીધુ કે, “જોવ, મારી માં અને મારા ભાઈઓ આ છે.
પછી પિતરે કીધુ કે, “જો અમે તારા ચેલા બનવા હાટુ બધુય મુકી દીધુ છે.”
ઈ પોતાના લોકોની પાહે આવ્યો, પણ પોતાના લોકોએ એનો નકાર કરયો.
જોવ, હવે ઈ વખત આવી રયો છે, અને હવે આવી જ ગયો છે, અને તમે બધાય વેર વિખેર થય જાહો, અને મને એકલો મુકીને પોતપોતાના ઘરે વયા જાહો, તોય હું એકલો નથી, કેમ કે બાપ મારી હારે છે.
તઈ એક બીજાની રજા લયને, અમે વહાણમાં બેઠા અને ઈ બધાય પોતપોતાના ઘરે વયા ગયા.