23 સિપાયોએ ઈસુને વધસ્થંભ ઉપર જડયા પછી, એના લુગડા લય લીધા અને સ્યાર ટુકડા કરયા, દરેક સિપાયોએ એક એક ટુકડા લય લીધા, પણ સિલાય વગર ઉપરથી લયને નીસેથી હુધી વણેલો હતો.
હેરોદ રાજાએ એને પકડીને જેલખાનામાં નાખી દીધો, અને એની સોકીદારી કરવા હાટુ, સ્યાર-સ્યાર સિપાયની સ્યાર ટુકડીઓ બનાવી, આ વિસારીને કે પાસ્ખા તેવાર પછી લોકોની હામે લયને એનો ન્યાય કરય.