18 તેઓએ ઈસુને વધસ્થંભે જડયો અને એની હારે બીજા બે માણસોને પણ વધસ્થંભે જડયા, એકને ઈસુની જમણી બાજુ અને બીજાને ઈસુની ડાબી બાજુએ.
જે લુટારા એની હારે વધસ્થંભ ઉપર જડાયેલા હતા, એણે પણ એની આવી જ રીતે ઠેકડી ઉડાડી હતી.
આ ઈ હાટુ થયુ કે, ઈસુનું ઈ વચન પુરું થય જાય જેના દ્વારા એણે સંકેત કરયો હતો કે, ઈ કેવા પરકારના મોતે મરશે.
ઈ હાટુ સિપાયોએ આવીને ઈસુની હારે વધસ્થંભે જડાયેલા પેલાના અને બીજાનાં પગ ભાગી નાખ્યા.
ઈ જ ઈસુ જે પરમેશ્વર દ્વારા બનાવેલી યોજના અને પેલાના જ્ઞાનના પરમાણે એને તમારા હાથમાં હોપવામાં આવ્યો. તમે એને ખરાબ લોકોની મદદથી ખીલા ઠોકીને વધસ્થંભે સડાવીને મારી નાખ્યો.
પણ મસીહે આપણને ઈ હરાપથી બસાવ્યા છે, જે શાસ્ત્ર લાવે છે. જઈ વધસ્થંભ ઉપર મસીહનું મોત થયુ, તો એણે આપડા પાપોની હાટુ પોતાની ઉપર હરાપને લય લીધા. કેમ કે, શસ્ત્રમાં લખ્યું છે કે, “જે કોય પણ વધસ્થંભ ઉપર મરી જાય તે હરાપિત છે.”
આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.