15 તેઓએ રાડ પાડી કે, “મારો એને મારી નાખો! એને વધસ્થંભે સડાવી દયો!” પિલાતે એને કીધું કે, “તો તમારા રાજાને વધસ્થંભે સડાવું?” મુખ્ય યાજકોએ જવાબ દીધો કે, “અમારો રાજા તો ખાલી રોમી સમ્રાટ જ છે!”
તો હવે અમને બતાય કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?”
તઈ બધાય માણસોએ રાડ પાડી કે, “એને મારી નાખો! અને અમારી હાટુ બારાબાસને છોડી દયો.”
તઈ પિલાતે તેઓને કીધું કે, “તમે પોતે એને લય જાવ, અને તમારા નિયમ પરમાણે એનો ન્યાય કરો.” પછી યહુદી લોકોએ એને કીધું કે, અમે એને મારી નાખવા ઈચ્છી છયી પણ રોમન નિયમ ઈ કરવાથી અમને રોકે છે.
જઈ મુખ્ય યાજકો અને મંદિરના રખેવાળોએ એને જોયને રાડ નાખી, “એને વધસ્થંભ ઉપર સડાવી દયો! એને વધસ્થંભ ઉપર સડાવી દયો.” પિલાતને એણે કીધું કે, “એને તમે લય જાવ અને વધસ્થંભ ઉપર સડાવી દયો. મે તો આમાં કાય ગુનો જોયો નથી.”
ઈસુને મારી નાખવા લાયક સજા મળે એવુ કોય કારણ તેઓને નો મળ્યું, તો પણ તેઓએ પિલાતને વિનવણી કરી કે, એને મારી નાખવામાં આવે.
કેમ કે, લોકોની ગડદી આવી રાડુ નાખીને એની વાહે પડી હતી કે, “એને મારી નાખો.”
લોકો એની વાત હાભળતા રયા, તઈ જોરથી રાડ નાખી, “એવા માણસોને મારી નાખો, એનુ જીવતુ રેવું હારુ નથી.”