ઈ હાટુ પિલાતે એને પુછયું કે, “તુ મારી હામો કેમ નથી બોલતો? શું તુ નથી જાણતો કે, તને છોડી દેવાનો અધિકાર મારી પાહે છે, અને તને વધસ્થંભ ઉપર સડાવવાનો પણ અધિકાર મારી પાહે છે?”
કેમ કે, દરેક હારું વરદાન અને દરેક હારું દાન આપડા પરમેશ્વર બાપની તરફથી જ છે, જેણે આકાશમાં બધાય અંજવાળા બનાવ્યા. પરમેશ્વર સદાય એક સમાન છે, અને ઈ છાયાની જેમ બદલાતા નથી.