પિલાતે જોયું કે, આમાં મારું વધારે કાય જ હાલતું નથી, પણ એના કરતાં વધારે બબાલ થાય છે, તઈ એણે પાણી લયને લોકોની આગળ પોતાના હાથ ધોયા અને કીધું કે, “ઈ નિરદોષના લોહી સબંધી હું નિરદોષ છું, ઈ તમે જ જાણો.”
જઈ મુખ્ય યાજકો અને મંદિરના રખેવાળોએ એને જોયને રાડ નાખી, “એને વધસ્થંભ ઉપર સડાવી દયો! એને વધસ્થંભ ઉપર સડાવી દયો.” પિલાતને એણે કીધું કે, “એને તમે લય જાવ અને વધસ્થંભ ઉપર સડાવી દયો. મે તો આમાં કાય ગુનો જોયો નથી.”