Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 18:37 - કોલી નવો કરાર

37 આની ઉપરથી પિલાતે એને કીધું કે, તો તુ રાજા છો? ઈસુએ જવાબ દીધો કે, “તમે જ કયો છો કે, હું રાજા છું હું ઈ હાટુ જનમો અને ઈ હાટુ જગતમાં આવ્યો છું કે, હાસની વિષે સાક્ષી દવ. જે બધુય હાસનું છે, ઈ મારી વાણી હાંભળે છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 18:37
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ એને કીધુ કે, “તું પોતે જ કેય છે, પણ હું તમને કવ છું કે, હવે પછી માણસના દીકરાને પરમેશ્વરનાં પરાક્રમના જમણા હાથ બાજુ માનની જગ્યાએ બેહેલો અને આભથી વાદળા ઉપર આવતાં જોહો,”


જઈ ઈસુ રાજ્યપાલની આગળ ઉભો હતો, તઈ રાજ્યપાલે એને પુછયું કે, “શું તું યહુદીઓનો રાજા છો?” તઈ ઈસુએ એને કીધું કે, “તું પોતે જ કય રયો છો.”


ઈસુએ કીધું કે, “હા હું છું, તમે મને માણસના દીકરાને પરમેશ્વરનાં પરાક્રમના જમણા હાથ તરફ માનની જગ્યાએ બેહેલો અને આભથી વાદળા ઉપર આવતાં જોહો,”


અને પિલાતે એને પુછયું કે, “શું તુ યહુદીઓનો રાજા છો?” ઈસુએ એને જવાબ આપ્યો કે, “તુ હાસુ કય રયો છો, કે, હું છું.”


તેઓ બધાએ કીધું કે, “તો શું તુ પરમેશ્વરનો દીકરો છે?” ઈસુએ તેઓને કીધું કે, “તમે પોતે જ કયો છો કે ઈ હું છું”


અને પિલાતે ઈસુને પુછયું કે, “શું તુ યહુદીઓનો રાજા છો?” એણે જવાબ આપ્યો કે, “તુ પોતે જ કય રયો છો.”


અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો.


કેમ કે યહુદીઓનુ નિયમશાસ્ત્ર મુસા દ્વારા દેવામાં આવ્યું, અને પરમેશ્વરે ઈસુ મસીહ દ્વારા કૃપા અને હાસાય દેખાડી.


ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.


જે કાય એણે જોયું છે, અને હાંભળુ છે ઈ એની સાક્ષી આપે છે, પણ ઘણાય લોકો એનો સંદેશો હાંભળતા નથી.


જો કોય એની ઈચ્છા પરમાણે કરવા માંગતો હોય, તો ઈ હંમજી જાય કે, હું શિક્ષણ આપું છું, ઈ પરમેશ્વરની તરફથી છે કે, પછી હું મારી તરફથી બોલું છું


ઈસુએ તેઓને કીધું કે, “જો હું પોતે જ મારી સાક્ષી આપું છું, તો પણ મારી વાતો હાસી છે, કેમ કે હું જાણું છું કે, હું ક્યાંથી આવ્યો છું, ક્યા જાવ છું? પણ તમે નથી જાણતા કે, હું ક્યાંથી આવું છું, અને ક્યા જાવ છું


પણ હું હાસુ બોલું છું, અને તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતા.


તમારામાથી કોણ મને પાપી સાબિત કરી હકે છે? તો જઈ હું હાસુ બોલું છું, તો તમે મારો વિશ્વાસ કેમ નથી કરતાં?


જે પરમેશ્વરનાં છે, ઈ પરમેશ્વરની વાતો હાંભળે છે, પણ તમે નથી હાંભળતા કેમ કે, તમે પરમેશ્વરનાં નથી.”


બધાય લોકોને જીવન આપનાર પરમેશ્વરની હામે, અને ઈસુ મસીહની હામે, જેણે પોંતિયસ પિલાત રાજ્યપાલની હામે હાસુ કબુલ કરયુ હતું, હું તને આ આજ્ઞા આપું છું,


કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.


મે તમને ઈ હાટુ નથી લખ્યું કે, તમે હાસા શિક્ષણને નથી જાણતા. પણ ઈ હાટુ કે, તમે ઈ હાસાયને જાણો છો, અને ઈ પણ જાણી છયી કે, કાય પણ ખોટુ, હાસાય તરફથી નથી.


આપડે જાણી છયી કે, આપડે મરણની તાકાતમાંથી આઝાદ થય ગયા છયી અને હવે આપડી પાહે અનંતજીવન છે કેમ કે, આપડે પોતાના ભાઈઓથી પ્રેમ રાખી, જે પ્રેમ નથી રાખતા, ઈ મરણની પથારીમાં રેય છે.


જઈ આપડે બીજાઓ હારે પ્રેમ રાખી છયી તો આપડે જાણશું કે, આપડે હાસ માના છયી, જઈ કોયદી આપડુ મન આપણને દોષિત ઠરાવે છે તઈ આપડે પોતાના મનને તેઓની હાજરીમાં આરામ આપી હકશું.


આપડે પરમેશ્વરનાં છયી. જે પરમેશ્વરને ઓળખે છે, ઈ આપડુ હાંભળે છે, જે પરમેશ્વરને નથી ઓળખતા ઈ આપડુ નથી હાંભળતા, ઈ જ રીતે આપડી આત્મા જે હાસુ બોલે છે અને દગાની આત્માને ઓળખી લયે છે.


અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.


હું, યોહાન, આ પત્ર તમને હાતેય મંડળીઓના વિશ્વાસીઓ હાટુ લખી રયો છું, જે આસિયા પરદેશમા આવેલી છે, હું પ્રાર્થના કરું છું કે તમને પરમેશ્વર તરફથી કૃપા અને શાંતિ મળે, આ ઈ જ પરમેશ્વર છે; જે વખતની શરુઆતથી લયને અત્યાર હુધી અને સદાય હાટુ નથી બડલાતા, અને પરમેશ્વરની રાજગાદીની હામે જે હાત આત્માઓ છે એની તરફથી.


લાઓદિકિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, હું જે આમીન કેવાવ છું, કેમ કે, હું વિશ્વાસુ છું, અને હું પરમેશ્વરનાં વિષે જે પણ ખરાય કરું છું, ઈ હાસુ છે, જે કાય પણ એણે બનાવું છે હું ઈ બધાયનો મૂળરૂપ પણ છું હું જે કવ છું ઈ હાંભળો


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ