31 તઈ પિલાતે તેઓને કીધું કે, “તમે પોતે એને લય જાવ, અને તમારા નિયમ પરમાણે એનો ન્યાય કરો.” પછી યહુદી લોકોએ એને કીધું કે, અમે એને મારી નાખવા ઈચ્છી છયી પણ રોમન નિયમ ઈ કરવાથી અમને રોકે છે.
તેઓએ એને જવાબ આપતા કીધું કે, “જો આ માણસ આરોપી નો હોત તો અમે એને તારી પાહે નો લીયાવત.”
આ ઈ હાટુ થયુ કે, ઈસુનું ઈ વચન પુરું થય જાય જેના દ્વારા એણે સંકેત કરયો હતો કે, ઈ કેવા પરકારના મોતે મરશે.
તેઓએ રાડ પાડી કે, “મારો એને મારી નાખો! એને વધસ્થંભે સડાવી દયો!” પિલાતે એને કીધું કે, “તો તમારા રાજાને વધસ્થંભે સડાવું?” મુખ્ય યાજકોએ જવાબ દીધો કે, “અમારો રાજા તો ખાલી રોમી સમ્રાટ જ છે!”