“જુઓ, આપડે યરુશાલેમ શહેરમાં જાયી છયી, અને હું, માણસનો દીકરો મુખ્ય યાજકોના અને યહુદી નિયમના શિક્ષકોના હાથમાં પકડાવી દેવામાં આયશે, અને તેઓ મને મોતની લાયક ઠરાયશે, અને બિનયહુદીઓના હાથમાં હોપશે.
પરમેશ્વરનાં જે હારા હમાસાર પરચાર કરું છું, ઈ હાટુ હું એક અપરાધીની જેમ જેલખાનામાં દુખ સહન કરી રયો છું કેમ કે, હું આ હારા હમાસાર પરચાર કરું છું પણ હારા હમાસારને ફેલાવા હાટુ કોય રોકી હકતું નથી.