પણ મે તેઓને કીધું કે, રોમી સરકારનો એવો નિયમ છે કે, કોય માણસને સજા આપતા પેલા, આરોપ લગાડનારો હામે ઉભો રેય અને જેની ઉપર આરોપ લગાડવામાં આવ્યો છે એને હામો જવાબ દેવાનો મોકો મળવો જોયી.
હા, હેરોદ રાજા અને પોંતિયસ પિલાત હોતન આ નગરમાં બિનયહુદીઓ અને ઈઝરાયલ દેશની હારે ભળીને તારા પવિત્ર ચાકર ઈસુની વિરુધમાં, જેને તે મસીહ રુપે અભિષેક કરયો હતો, હકીકતમાં ભેગા થય ગયા હતા.