25 સિમોન પિતર ઉભો રયને તાપી રહીયો હતો. થોડાક લોકોએ એને કીધું કે, “ક્યાક તુ પણ એના ચેલાઓમાંથી એક છે!” એણે ના પડતા કીધું કે, “હું નથી.”
પિતર જઈ આંગણામાં બેઠો હતો તઈ એક દાસીએ એની પાહે આવીને કીધુ કે, “તું હોતન ગાલીલ જિલ્લાના ઈસુની હારે હતો.”
જઈ પિતર આંગણામાં તાપની પાહે હતો, તઈ પ્રમુખ યાજકની દાસીમાંથી એક ન્યા આવી.
અને જઈ સિપાયો સોકની અંદર તાપ સળગાવીને ભેગા બેઠા, તઈ પિતર પણ તેઓની પાહે બેઠો હતો.
અને એક દાસીએ એને તાપના અંજવાળામાં બેઠેલો જોયને એની બાજુ ટાપીને કેવા લાગી, “આ હોતન એની હારે હતો.”
પણ પિતરે આ કયને નકાર કરયો કે, “બાય, હું એને નથી જાણતો.”