2 અને ઈસુને દગાથી પકડાવનાર યહુદા પણ ઈ જગ્યા જાણતો હતો, કેમ કે ઈસુ પોતાના ચેલાઓની હારે પેલા પણ ન્યા ઘણીય વાર મળ્યા કરતો હતો.
“ઓ પરભુ, મારા દીકરા ઉપર દયા કર કેમ કે, એને વાયની બીમારી છે, અને ઈ ઘણોય પીડાય છે કેમ કે, ઈ ઘણીયવાર આગમાં અને ઘણીયવાર પાણીમાં પડે છે.
અને ઈ દિવસ ઈસુ માણસોને મંદિરમાં પરસાર કરતો હતો; રાતે ઈ શહેરની બારે જાતો, અને આખી રાત જૈતુનના પહાડ ઉપર રેતો હતો.
તઈ ઈસુએ શહેર છોડયું, અને જૈતુન પહાડ ઉપર પૂગ્યો, અને ચેલાઓ એની વાહે ગયા.