18 હવે ચાકર અને સિપાય ટાઢના કારણે કોલસા બાળીને આગ પાહે ઉભા રયને તાપતા હતાં, અને પિતર પણ તેઓની હારે ઉભો રયને તાપતો હતો.
પિતર ઘણોય આઘે વાહે વાહે હાલતો ઠેઠ પ્રમુખ યાજકના ઘરના આંગણામાં વયો ગયો અને મંદિરના રખેવાળની પાહે બેહીને તાપણામાં તાપવા લાગ્યો.
અને પિતરને આગ તાપતો જોયને એને તાકીને જોયું અને કેવા મડી કે, તુ હોતન નાઝરેથ નગરવાસી ઈસુની હારે હતો.
અને ઈસુ ખુબ પીડાતો હતો, ઈ હાટુ એણે બોવ આગ્રહથી પ્રાર્થના કરી. એનો પરસેવો લોહીના મોટા ટીપાની જેમ જમીન ઉપર પડતા હતા.
સિમોન પિતર ઉભો રયને તાપી રહીયો હતો. થોડાક લોકોએ એને કીધું કે, “ક્યાક તુ પણ એના ચેલાઓમાંથી એક છે!” એણે ના પડતા કીધું કે, “હું નથી.”
તઈ યહુદા પોતાની હારે સિપાયના ટોળાને લયને અને મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકો પાહેથી સિપાયને લયને ફાનસો, મશાલો અને હથીયારો હારે લયને ન્યા ગયો.
જઈ ઈ કાઠા ઉપર પુગ્યા, તો તેઓએ હળગતા કોલસા ઉપર માછલી અને રોટલી જોય.
પિતર અને યોહાન ન્યાંથી છુટીને બીજા વિશ્વાસી લોકોની પાહે ગયા, અને જે કાય મુખ્ય યાજકો અને વડીલોએ કીધું હતું ઈ બધુય કય દીધું.
જે લોકો આવી વાતો કરે છે તેઓની દ્વારા મુરખ નો બનો, “ખરાબ સંગત હારી નીતિને બગાડી નાખે છે,”