16 પણ પિતર બારે કમાડ પાહે જ ઉભો રયો. તઈ ઈ બીજો ચેલો જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો ઈ બારે ગયો, અને કમાડ પાહે ધ્યાન રાખનારી નોકરાણીને ક્યને પિતરને અંદર લય ગયો.
પિતર જઈ આંગણામાં બેઠો હતો તઈ એક દાસીએ એની પાહે આવીને કીધુ કે, “તું હોતન ગાલીલ જિલ્લાના ઈસુની હારે હતો.”
હવે રાજ્યપાલનો એવો રીવાજ હતો કે, ઈ તેવારમાં લોકો હાટુ એક કેદીને જેને તેઓ ઈચ્છતા હતાં, એને ઈ છોડી દેતો હતો.
હવે દરેક તેવાર વખતે, પિલાત સદાય કોય એક કેદીને જેને તેઓ ઈચ્છતા હતાં, તેઓની હાટુ એક કેદીને છોડી દેતો હતો.
તઈ બધાય માણસોએ રાડ પાડી કે, “એને મારી નાખો! અને અમારી હાટુ બારાબાસને છોડી દયો.”
જઈ એણે ખડકી ખખડાવી, તો રોદા નામની એક ચાકરડી જોવા આવી કે, કોણ છે.