13 તેઓ પેલા ઈસુને આન્નાસને પાહે લય ગયા, કેમ કે ઈ વરહે ઈ પ્રમુખ યાજક કાયાફાનો હાહરો હતો.
તઈ મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલો કાયાફાસ નામે પ્રમુખ યાજકના ઘરના ફળીયામાં ભેગા થયાં.
પછી જેઓએ ઈસુને પકડયો હતો તેઓ જ્યાં યહુદી નિયમના શિક્ષકો અને વડીલો ભેગા થયા હતા અને કાયાફા પ્રમુખ યાજક હોતન હતો એની પાહે એને લય ગયા.
અને જઈ આન્નાસ અને કાયાફા મહાયાજકો હતાં, ઈ વખતે ઝખાર્યાના દીકરા યોહાનની પાહે વગડામાં પરમેશ્વરનું વચન આવ્યુ.
તઈ એનામાંથી કાયાફા નામનો એક માણસ જે ઈ વહરનો પ્રમુખ યાજક હતો, એને કીધું કે, “તમે કાય નથી જાણતા,”
આ વાત એને પોતાની તરફથી નથી કીધી, પણ ઈ વરહના પ્રમુખ યાજકના જેમ, એણે ઈ આગમવાણી કરી કે, ઈસુ યહુદી જાતિના લોકો હાટુ મરશે.
તઈ આન્નાસે ઈસુને બાંધેલો, કાયાફા પ્રમુખ યાજકની પાહે મોકલી દીધો.
પછી યહુદી લોકો ઈસુને કાયાફાનાં મકાનમાંથી રોમન હાકેમના દરબારની અંદર લય ગયા, ઈ વેલી હવારનો વખત હતો, યહુદી લોકો દરબારની અંદર જય હક્યાં નય. તેઓ પોતાની જાતને અશુદ્ધ કરવા ઈચ્છતા નોતા. કેમ કે, તેઓ પાસ્ખા તેવારનું ભોજન ખાવા ઈચ્છતા હતાં.
ઈસુએ જવાબ દીધો કે “તને પરમેશ્વરથી અધિકાર નથી દેવામાં આવતો, તો તારો અધિકાર મારી ઉપર નય રય, ઈ હાટુ જેણે મને તારા હાથમાં પકડાવો છે, એનો પાપ વધારે છે.”
ઈ પ્રમુખ યાજક આન્નાસને મળ્યાં કાયાફા, યોહાન, એલેકઝાંડર અને બીજા જે પ્રમુખ યાજકના પરિવારના સબંધી ઈ હોતન ન્યા હતા.