હવારના પોરમાં બોવ જલ્દી મુખ્ય યાજકો, વડીલો, અને યહુદી નિયમના શિક્ષકો પણ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના બધાય સભ્યોએ તેઓ એક હારે મળ્યા અને પિલાતની હામે ઈસુ ઉપર આરોપ લગાડવાનું કાવતરૂ કરયુ, યહુદીયા જિલ્લાના રોમી રાજ્યપાલ, પિલાતના ઘરે લય ગયો.
જઈ બોવ વાદ-વિવાદ થયો, તો સિપાય દળના સરદારે આજ્ઞા આપી કે નિસે ઉતરીને પાઉલને સભાની વસમાંથી બળજબરીથી કાઢીને મેહેલમાં જાયી, કેમ કે સિપાય દળનો સરદારને બીક હતી કે સભાના લોકો ક્યાક એના કડકે કડકા કરી નાખશે.