1 પછી ઈસુ પ્રાર્થના પુરી કરીને, પોતાના ચેલાઓની હારે કિદ્રોનના નાળાની ઓલે પાર ગયા. ન્યા એક વાડી હતી, એમા ઈ પોતાના ચેલાઓની હારે ગયો.
તઈ ઈસુ અને એના ચેલાઓએ પાસ્ખાના ગીત પરમેશ્વર હાટુ ગાયા અને યરુશાલેમ શહેરની બારે નીકળીને જૈતુનના ડુંઘરા ઉપર વયા ગયા જે પાહે હતો.
તઈ ઈસુ તેઓની હારે ગેથસેમાને નામે એક ઠેકાણે આવ્યો અને ચેલાઓને કીધુ કે, “હું ન્યા જયને પ્રાર્થના કરું છું ન્યા હુધી તમે આયા બેહો.”
તઈ ઈસુ તેઓની હારે ગેથસેમાને નામે એક ઠેકાણે આવ્યો અને પોતાના ચેલાઓને કીધું કે, “આયા બેહો જ્યાં હુધી હું જયને બાપથી પ્રાર્થના કરી લવ.”
ઉઠો, આપડે જાયી, જુઓ, મને દગાથી પકડાવી દેનાર છે ઈ આવી ગયો છે.”
પણ જગતના લોકો જાણે કે, હું બાપને પ્રેમ કરું છું, અને એવુ જ કરું છું જેવી મારા બાપ મને આજ્ઞા દીધી છે, ઉઠો, આયથી આપડે હવે જાયી.”
પ્રમુખ યાજકનો એક ચાકર ઈ માણસનો હગો હતો, જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો. એણે કીધું કે, “શું મે તને એની હારે વાડીમાં જોયો નોતો?”
એણે અમારી પાહે આવીને પાઉલનો કડે બાંધવાનો પટો લીધો, અને પોતાના હાથ પગ બાંધીને કીધું કે, “પવિત્ર આત્માએ આ કીધું છે કે જે માણસનો આ કડે બાંધવાનો પટો છે, એને યરુશાલેમમાં યહુદી લોકો આવી રીતે બાંધીને, અને બીજી જાતિઓના હાથમાં હોપશે.”