8 કેમ કે જે સંદેશો તે મને દીધો, ઈ મે એને દય દીધો, અને તેઓએ આ સંદેશાનો સ્વીકાર કરી લીધો, અને હાસે હાસુ જાણી લીધું છે કે, હું તારા તરફથી આવ્યો છું, અને આ વિશ્વાસ કરી લીધો છે કે, ઈ જ મને મોકલ્યો છે.
શું તુ ઈ વિશ્વાસ નથી કરતો કે, હું બાપમાં છું અને બાપ મારામાં છે?” ઈસુએ ચેલાઓને કીધું કે, મે જે સંદેશો તમને આપ્યો છે ઈ મારી પોતાના તરફથી નથી કેતો; પણ બાપ મારામાં રયને પોતાના કામો કરે છે.
હવેથી હું તમને ચાકર નય કવ, કેમ કે ચાકર નથી જાણતા કે, એનો માલીક શું કરે છે, પણ મે તમને મિત્ર કીધા, કેમ કે મે જે સંદેશો મારા બાપ પાહેથી હાંભળો, ઈ બધુય તમને જણાવ્યું છે.
એટલે હું તેઓમાં અને તમે મારામાં થય જાવ જેથી તેઓ પુરી રીતે એક કરી હકાય અને ઈ હાટુ કે, જગત હમજે કે, તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારાં ઉપર પ્રેમ કરયો, એમ તેઓના ઉપર પણ પ્રેમ કરયો છે.
ઈસુએ તેઓને કીધું કે, “જો પરમેશ્વર તમારો બાપ હોત, તો તમે મને પ્રેમ કરત, કેમ કે હું પરમેશ્વરની તરફથી આવ્યો છું, હું પોતે નથી આવ્યો, પણ એણે મને મોકલ્યો છે.
ઈ હાટુ અમે પણ દરોજ પરમેશ્વરનો આભાર માની છયી કે, જઈ તમે પરમેશ્વરનાં હારા હમાસાર હાંભળી જે અમે તમારી વસે પરચાર કરયો, તો તમે એને માણસોને નય પણ હાસીન આ પરમેશ્વરનો સંદેશો હમજીને અપનાવ્યો, અને હવે પરમેશ્વરનો આ સંદેશો તમારામા કામ કરે છે, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.
મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.
આ સોપડીમા ઈ વાતુ છે જે ઈસુ મસીહે મને યોહાનને દેખાડયુ. પરમેશ્વરે આ વાતુ ઈસુને બતાવી, જેથી ઈ આ વાતુંને એના ચાકરોને બતાવે આ વાતુ જલ્દી થાહે, ઈસુએ આ વાતુ પોતાના દુતને મોકલીને મને એના ચાકર યોહાનને બતાડી.