Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 17:25 - કોલી નવો કરાર

25 હે ન્યાયી બાપ, જગતના લોકોએ તને નથી જાણો, પણ મે તને જાણો છે, અને તેઓ જાણી ગયા કે, તે મને મોકલો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 17:25
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

મારા બાપે મને બધુય હોપ્યુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરાને અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.


તઈ સિમોન પિતરે જવાબ આપતા કીધુ કે, “તમે મસીહ, જીવતા પરમેશ્વરનાં દીકરા છો.”


મારા બાપે મને બધુય હોપુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે, ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરા અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.”


પરમેશ્વરને કોય માણસે કોયદી જોયા નથી; એનો ખાલી એક દીકરો, જે બાપની બાજુમાં છે, એણે પરમેશ્વરને પરગટ કરયો છે.


પણ આ બધુય તુ મારો ચેલાઓ હોવાના લીધે કરશો, કેમ કે ઈ લોકો મને મોકલનારાને જાણતા નથી.


કેમ કે, બાપ પોતે તમને પ્રેમ કરે છે. ઈ હાટુ કે તમે મને પ્રેમ કરયો છે, અને આ વિશ્વાસ પણ કરયો છે કે, હું પરમેશ્વર તરફથી છું


તેઓ આ ઈ હાટુ કરશે કેમ કે, તેઓએ બાપને ઓળખો નય અને મને ઓળખો નય.


હવે અમે જાણી છયી કે, તુ બધુય જાણે છે, અને આઘડી કોયને પણ તમને સવાલ પૂછવાની જરૂર નથી, એમા અમે વિશ્વાસ કરી છયી કે, તુ પરમેશ્વરની તરફથી આવ્યો છે.”


હવે હું જગતમાં નય રવ, પણ આ જગતમાં રય, કેમ કે હું તારી પાહે આવી રયો છું, હે પવિત્ર બાપ, તારા નામના સામર્થથી તેઓને હાસ્વીને રાખ, જે તે મને દીધુ છે કે, તેઓ આપડી જેમ એક છે.


જેમ તે મને જગતમાં મોકલ્યો. એમ જ મે પણ તેઓને જગતમાં મોકલ્યા.


કે ઈ બધાય એક થાય, હે બાપ, જેમ તુ મારામાં છે, અને હું તારામાં છું, એમ જ ઈ પણ એક થાય, જેનાથી આ જગતના લોકો વિશ્વાસ કરે કે, તે જ મને મોકલ્યો છે.


એટલે હું તેઓમાં અને તમે મારામાં થય જાવ જેથી તેઓ પુરી રીતે એક કરી હકાય અને ઈ હાટુ કે, જગત હમજે કે, તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારાં ઉપર પ્રેમ કરયો, એમ તેઓના ઉપર પણ પ્રેમ કરયો છે.


અને આ અનંતકાળનું જીવન છે કે, તેઓ તને ઓળખી હકે, ખાલી હાસા પરમેશ્વર અને ઈસુ મસીહ જેને તમે મોકલ્યો છે.


કેમ કે જે સંદેશો તે મને દીધો, ઈ મે એને દય દીધો, અને તેઓએ આ સંદેશાનો સ્વીકાર કરી લીધો, અને હાસે હાસુ જાણી લીધું છે કે, હું તારા તરફથી આવ્યો છું, અને આ વિશ્વાસ કરી લીધો છે કે, ઈ જ મને મોકલ્યો છે.


કેમ કે, પરમેશ્વરે પોતાના દીકરાને જગતમાં ઈ હાટુ નથી મોકલો કે, જગતના લોકોને સજા આપે, પણ ઈ હાટુ મોકલો કે, જગતના લોકો એની દ્વારા તારણ પામે.


જઈ તેઓ હલેસા મારીને પાસથી છ કિલોમીટર ગયા તઈ ઈસુને દરિયા ઉપર હાલતો હોડીની પાહે આવતો જોયને બીય ગયા.


પણ હું એને જાણું છું કેમ કે, હું એની પાહેથી આવ્યો છું, અને એણે મને મોકલ્યો છે.


ઈ હાટુ તેઓએ ઈસુને પુછયું કે, “તારો બાપ ક્યા છે?” ઈસુએ જવાબ દીધો કે, “નો તો તમે મને ઓળખોશો, અને નથી મારા બાપને ઓળખતા, જો મને ઓળખત તો તમે મારા બાપને પણ ઓળખત.”


તમે તો એને નથી જાણતા, પણ હું એને જાણું છું, અને હું કવ કે, એને નથી ઓળખતો, તો હું પણ તમારી જેવો ખોટો ગણાય. પણ હું એને ઓળખું છું, અને એનુ વચન પાળુ પણ છું


કેમ કે, જેનુ તમે ભજન કરો છો એને હું મારગમા હાલતા-હાલતા જોતો હતો, તઈ મે એક વેદી હોતન જોય, જેના ઉપર આવુ લખેલુ હતું, “અજાણ્યા દેવના માન હાટુ.” એટલે જેનુ તમે જાણયા વગર ભજન કરો છો, એને હું તમારી આગળ પરગટ કરું છું.


કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.


કેમ કે, તેઓએ પરમેશ્વરને અપનાવવું મુર્ખાય હંમજી, તો પરમેશ્વરે પણ ઈ બધાય ખરાબ કામ કરવાના લીધે એને એના નક્કામાં મનના કાબુમાં છોડી દીધા.


એવો એક પણ માણસ નથી જે ખરેખર હમજતો હોય કે, શું હાસુ છે. કોય પણ પરમેશ્વરને જાણવા નથી માંગતો.


કેમ કે, પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં ઈ જોયું હતું કે, માણસના જ્ઞાન પરમાણેથી જગત એને કોયદી ઓળખી નય હકે, ઈ હાટુ એણે વિશ્વાસ કરવાવાળાઓને બસાવવા હાટુ હારા હમાસાર પરચાર કરવા અમારો ઉપયોગ કરયો છે, હાલમાં કેટલાક લોકો એને મુરખ માંને છે.


જાગરૂત થાવ, ન્યયીપણાથી જીવો અને પાપ કરવુ નય; કેમ કે, ઘણાય લોકો પરમેશ્વર વિષે અજ્ઞાની છે; આવું હું તમને શરમાવા હાટુ કવ છું.


આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.


અને જે લોકો પરમેશ્વરને નથી ઓળખતા, અને પરભુ ઈસુ મસીહના હારા હમાસારને માનતા નથી, તેઓને ઈ સજા આપશે.


હવે પછી “પરભુને ઓળખ” એમ કયને દરેક પોતાના પાડોહીને, ન્યા હરેક પોતાના ભાઈને શીખવશે નય કેમ કે, તેઓમાંથી નાનાથી લયને મોટા હુંધી, બધાય મને પરભુને ઓળખશે.


પણ આપડે પરમેશ્વરની હામે આપડા પાપો કબુલ કરી લેયી તો ઈ આપડા પાપોને માફ કરવા અને આપડા કરેલા બધાય કામોમાંથી આપણને શુદ્ધ કરવા હાટુ ઈ વિશ્વાસુ અને ન્યાયી છે.


પૃથ્વી ઉપર રેનારા બધાય લોકો હિંસક પશુનુ ભજન કરવા લાગ્યા, ખાલી ઈ જ લોકોએ એની પૂજા નથી કરી જેઓનુ નામ જગતની રસના કરયા પેલા જ જીવનની સોપડીમા લખવામા આવ્યું હતુ, આ જીવનની સોપડી ઈ ઘેટાના બસ્સાની સોપડી છે જેને બલિદાનરૂપે મારી નાખવામા આવ્યો હતો.


મે ઈ સ્વર્ગદુતને જેને પાણીની ઉપર અધિકાર છે પરમેશ્વરથી કેતા હાંભળ્યું, “હે પરમેશ્વર, તમે હાજર છો અને સદાય હાજર રેહો. તમે પવિત્ર છો. તમે લોકોના પક્ષપાત વગરના ન્યાયાધીશ છો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ