મારા બીજા પણ ઘેટા જે મારા આ ઘેટાના વાડાના નથી, મારે તેઓને પણ લાવવા જરૂરી છે, તેઓ મારો હાક હાંભળીને ઓળખી લેહે. તઈ એક જ ટોળું થાહે, અને એક જ સરાવનારો થાહે.
પણ હવે પરગટ થયને સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓ દ્વારા બધાય બિનયહુદી લોકોને સંદેશા દ્વારા બતાવી દીધુ છે કે, તેઓ વિશ્વાસથી આજ્ઞા પાળનારા થય જાય.