ઈ હાટુ જો આગમભાખીયાઓને, જ્ઞાનીઓને, અને યહુદી નિયમના શિક્ષકોને તમારી પાહે મોકલું છું, તો તમે તેઓમાના કેટલાકને મારી નાખશો અને કેટલાકને વધસ્થંભે સડાવી દેહો, અને એમાંથી થોડાકને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં કોરડા મારશો, ગામે ગામ એની વાહે જાહો.
એટલે હું તેઓમાં અને તમે મારામાં થય જાવ જેથી તેઓ પુરી રીતે એક કરી હકાય અને ઈ હાટુ કે, જગત હમજે કે, તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારાં ઉપર પ્રેમ કરયો, એમ તેઓના ઉપર પણ પ્રેમ કરયો છે.
કેમ કે જે સંદેશો તે મને દીધો, ઈ મે એને દય દીધો, અને તેઓએ આ સંદેશાનો સ્વીકાર કરી લીધો, અને હાસે હાસુ જાણી લીધું છે કે, હું તારા તરફથી આવ્યો છું, અને આ વિશ્વાસ કરી લીધો છે કે, ઈ જ મને મોકલ્યો છે.
પરમેશ્વરે મને મફ્તમા પોતાની કૃપા દીધી પરમેશ્વરની કૃપાથી અને સમત્કારી તાકાતથી, મને કામ આપવામાં આવ્યું, એની સેવા કરવાના હારા હમાસારનો પરચાર કરવા હાટુ ચાકર બન્યો છું.