15 તેઓને આ જગતમાંથી છેટા લય જાવાની પ્રાર્થના હું તમને કરતો નથી. પણ તેઓને શેતાનથી બસાવી રાખવાનું હું તમને કવ છું
પણ તમારુ બોલવાનું હાની હા અને નાની ના હોય કેમ કે, ઈ કરતાં વધુ જે કાય પણ છે, ઈ શેતાનથી છે.
અને અમને પરીક્ષણમાં નો લાવ, પણ શેતાનથી અમને બસાવ. કેમ કે, રાજય અને પરાક્રમ અને મહિમા સદાય હાટુ તમારા જ છે. આમીન.
જેમ અમે બીજાઓના ગુનાઓ માફ કરયા છે, એમ જ તમે અમારા ગુનાઓ માફ કરો. અને અમને પરીક્ષણમાં નો લાવ, પણ ભુંડાયથી અમારો છુટકારો કર.”
મે પ્રાર્થના કરી કે, તુ તારો વિશ્વાસ ગુમાવતો નય, જઈ તમે મારી પાહે આવો તઈ તમારા ભાઈઓને વધારે મજબુત થાવામાં મદદ કરજો.
આપડા પરમેશ્વર અને બાપની ઈચ્છા પરમાણે ઈસુ મસીહે પોતાની જાતને આપડા પાપોના લીધે બલિદાન કરી દીધું જેથી આપડે આ અત્યારના જગતના લોકોના ખરાબ પરભાવથી બસેલા રેયી.
પણ તમે પરભુ ઉપર પુરી રીતે ભરોસો રાખી હકો છો, ઈ તમને આત્મિક રીતેથી મજબુત કરશે, અને શેતાનથી બસાવી રાખશે.
હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.
આપડે જાણી છયી કે, જે કોય પરમેશ્વરનો સંતાન છે, ઈ વારંવાર પાપ નથી કરતો કેમ કે, પરમેશ્વરનો દીકરો ઈસુ, એને બસાવી રાખે છે, અને શેતાન એને અડી નથી હકતો.
આપડે જાણી છયી કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી, અને આખુ જગત શેતાનના કબજામાં છે.