તેઓએ એને કીધુ કે, “અમારીથી થય હકે છે.” ઈસુએ તેઓને કીધુ કે, “તમને સતાવવામાં આયશે જેમ કે, મને સતાવવામાં આયશે. તમને મારી નાખવામાં આયશે એમ મને પણ મારી નાખવામાં આયશે.
કેમ કે જે સંદેશો તે મને દીધો, ઈ મે એને દય દીધો, અને તેઓએ આ સંદેશાનો સ્વીકાર કરી લીધો, અને હાસે હાસુ જાણી લીધું છે કે, હું તારા તરફથી આવ્યો છું, અને આ વિશ્વાસ કરી લીધો છે કે, ઈ જ મને મોકલ્યો છે.
અને આદમના દીકરા કાઈનની જેવા નો બનો, જે શેતાન તરફથી હતો, અને એને પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો. અને એના ભાઈને શું કામ મારી નાખ્યો? કેમ કે, એના કામો ખરાબ હતાં, અને એના ભાઈનાં કામો ન્યાયી હતા.