1 ઈસુએ પોતાના ચેલાઓને આ બધીય વાતો કરીને પછી આભ તરફ ઉપર જોયને કીધું કે, હે બાપ, આ વખત આવી ગયો છે, તારા દીકરાની મહિમાવાન પરગટ કર, જેનાથી દીકરો પણ તને મહિમાવાન કરે.
પછી ત્રીજીવાર આવીને તેઓને કીધું કે, “શું કામ તમે હજી હુતા છો અને આરામ કરી રયા છો? બસ બોવ થયુ, જોવ, હાંભળો, ઈ વખત આવી ગયો છે જઈ કોય મને, માણસના દીકરાને પાપી લોકોના હાથમાં હોપી દેહે જેથી તેઓ મને પકડી હકે.
પણ વેરો ઉઘરાવનાર છેટો ઉભો રયો, પણ જઈ એણે પ્રાર્થના કરી તો એણે સ્વર્ગ બાજુ જોયું પણ નય, અને દુખી થયને છાતી કુટતા કીધુ કે, “ઓ પરમેશ્વર, હું એક પાપી છું, મારી ઉપર દયા કરીને મને માફ કરો.”
હવે પાસ્ખા તેવાર પેલા, ઈસુએ જાણી લીધું કે, મારો વખત આવી ગયો છે કે, જગતને મુકીને બાપની પાહે વયો જાવ, તો પોતાના ચેલાઓને, જે જગતમાં હતાં, જેઓ પ્રેમ ઈ રાખતો હતો, છેલ્લે હુધી એવો જ પ્રેમ રાખો.
જોવ, હવે ઈ વખત આવી રયો છે, અને હવે આવી જ ગયો છે, અને તમે બધાય વેર વિખેર થય જાહો, અને મને એકલો મુકીને પોતપોતાના ઘરે વયા જાહો, તોય હું એકલો નથી, કેમ કે બાપ મારી હારે છે.
પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.
આ બધીય વાતો એને મંદિરમાં દાન પેટીઓની હામે શિક્ષણ દેતા કીધું, પણ કોયે એને પકડયો નય; કેમ કે, એનો વખત હજી હુંધી આવ્યો નોતો. હું જાવ છું ન્યા તુ આવી હકતો નથી.
મસીહે જે કાય કરયુ છે, એની લીધે તમે પરમેશ્વર ઉપર ભરોસો કરી રયા છો, જેણે મસીહને મોતમાંથી પાછો જીવતો કરી દીધો, એને બોવ જ માન દીધુ ફળ સ્વરૂપે પરમેશ્વર ઈ જ છે, જેની ઉપર તમે ભરોસો કરી રયા છો અને આશા રાખો છો કે ઈ તમારી હાટુ મહાન કામ કરશે.